• Before filling online application form go thoroughly to the booklet.
ઓનલાઇન ફોર્મ ભરતા પહેલાં માહિતિ પુસ્તિકા નો સંપૂર્ણ અભ્યાસ કરવો.
• Make sure to fill in the correct information when you fill out the form.
જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે સાચી માહિતી જ ભરાય છે તેનું ધ્યાન રાખો.
• While filling out the form, keep each document ready in the required format as you have to upload the student's recent passport-size photograph (in .jpeg format, Max 50 kb), signature (in .jpeg format, Max 15 kb) and all 12th mark sheets (in .pdf format).
ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો(.jpeg ફોરમેટ માં, Max 50 kb) , સહી(.jpeg ફોરમેટ માં, Max 15 kb) અને 12th ની બધી માર્કશીટ(.pdf ફોરમેટમાં) અપલોડ કરવાની હોવાથી દરેક ડોક્યુમેન્ટ માગ્યા મુજબના ફોરમેટ માં તૈયાર રાખવી.
• The photo of the student is going to be printed on mark sheet, it is mandatory to upload a white background (size of Max 50 kb) passport-size photo.
વિદ્યાર્થીનો ફોટો માર્કશીટ પર છાપવામાં આવશે, પાસપોર્ટ-સાઈઝનો ફોટો(મહત્તમ 50 kb ની સાઈઝ) સફેદ બેક ગ્રાઉન્ડમાં અપલોડ કરવો ફરજિયાત છે.
The applicant has to register with his/her or guardian's permanent mobile number and E-mail ID. (It is mandatory as the Application form and Fee receipt will be sent to this E-mail ID) OTP will be received on your email through which you will have to complete the registration by ONLINE paying Rs. 50/- as registration charges. You will receive an email on the registered email address after completing and submitting the form. Check the information you entered into the form, and if there are any mistakes, go to the edit option on the admissions site and fix them. Check the spam folder if you don't receive an email.
પ્રવેશાર્થીએ પોતાનાં અથવા વાલીના કાયમી મોબાઈલ નંબર તથા પ્રવેશાર્થીએ પોતાનાં જ E-mail id થી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. (ફોર્મ તથા ફી રીસીપ્ટ પ્રવેશાર્થીને E-mail માં મોકલવામાં આવશે જેથી E-mail id પ્રવેશાર્થીનું પોતાનું જ હોવું ફરજીયાત છે) ઉપરોક્ત માહિતી submit કર્યા બાદ મોબાઈલ તેમજ email માં આવેલ OTP enter કરી રજીસ્ટ્રેશન ફી ₹ ૫૦ ઓનલાઈન ભરવાની રહેશે. ફોર્મ ભરી સબમિટ કર્યા બાદ રજીસ્ટર્ડ e-mail id પર મળેલ ફોર્મ માં ભરેલી વિગતોની ખરાઈ કરી લેવી. જો કોઈ ભૂલ જણાય તો વેબસાઇટ પર edit પર જઇ ભૂલ સુધારી લેવી. જો e-mail ન મળે તો spam folder ચેક કરવું.
The applicant whose name is appeared in the merit list will have to submit Self Attested Documents in two copies as described in the application form in respective order for document verification. Applicants also have to submit their original HSC mark sheet for the enrolment procedure.
જે પ્રવેશાર્થીનું મેરિટ લિસ્ટમાં નામ આવે તે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મમાં દર્શાવેલ નિયમો મુજબ જરુરી ડોક્યુમેંટ્સ સ્વપ્રમાણિત કરીને ક્ર્મ પ્રમાણે ગોઠવીને (બે નકલમાં) કોલેજમાં ચકાસણીના હેતુથી જમા કરાવવાના રહેશે. તેની સાથે ધોરણ-૧૨ ની અસલ માર્કશીટ એનરોલમેંન્ટ માટે જમા કરાવાના રહેશે.
After Document verification, the admission fees payment link will be activated. Please Kindly note that Fees once paid will not be refunded.
ડોક્યુમેન્ટ ચકાસણી થઇ ગયા બાદ વિદ્યાર્થીએ ઓનલાઈન ફી ભરવાની રહેશે. એકવાર એડ્મીસન ફી ભરાય ગયા બાદ પરત આપવામાં આવશે નહિ.
1. The percentage norms for admission of reserved groups are as per the existing rules of Govt.
અનામત જૂથોની પ્રવેશ અંગે ની ટકાવારીનું ધોરણ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ આ પ્રમાણે છે.
Reserved Category |
Percentage of Reserved Category |
SC |
07% |
ST |
15% |
SEBC |
27% |
Economically Weaker Section(EWS) |
10% |
2. All the rules of reservation will be applicable as on the date of publication of the merit list.
અનામતના તમામ નિયમો મેરીટ યાદીના પ્રસિધ્ધ થવાના દિવસે અમલમાં હશે તે જ લાગુ પડશે.
3. For calculation of merit only the theory marks of the main subjects of class-12: Physics, Chemistry, Mathematics/Biology will be taken into consideration.
મેરિટની ગણતરી માટે ધોરણ-૧૨ ના મુખ્ય વિષયો: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર/જીવવિજ્ઞાનના થિયરીના માર્ક્સ જ ધ્યાને લેવામાં આવશે.
4. Merit will be calculated by deducting 5 (five) marks per year for the student who passed before the year 2023. Also, merit will be calculated by deducting 3 (three) marks for each attempt.
વર્ષ-2023 પહેલા પાસ થયેલા વિદ્યાર્થીના વર્ષ દીઠ 5 (પાંચ) માર્ક્સ ઓછા કરીને મેરિટ ગણવામાં આવશે. તેમજ દરેક પ્રયત્ન દીઠ 3(ત્રણ) માર્કસ ઓછા કરીને મેરીટ ગણવામાં આવશે.
5. Candidates other than Gujarat Board have to produce Provisional Eligibility Certificate (PEC) of Saurashtra University, Rajkot.
ગુજરાત બોર્ડ સિવયના પ્રવેશાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ નું પ્રોવિઝનલ એલિજિબિલીટી સર્ટીફિકેટ(PEC) રજૂ કરવાનું રહેશે.
1. Applicant has to fill out the Application Form online in the time limit.
અરજદારે નિયત સમય માં અરજીપત્રક ઓનલાઇન ભરવાનું રહેશે.
2. Read the admission schedule: 2023-24 and instructions very carefully. The admission process will be strictly processed as per the admission schedule.
વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચો. પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ યાદીમાં દર્શાવેલ તારીખો મુજબ જ કરવામાં આવશે.
3. a) The marks of the theory of Physics, Chemistry, Mathematics or Biology will only be considered to prepare a merit list for admission. The marks of other subjects and practicals will not be considered for merit.
પ્રવેશ માટેનું મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અથવા જીવવિજ્ઞાન વિષયના થિયરીમાં આવેલ ગુણ જ ગણતરીમાં લેવામાં આવશે. અન્ય વિષયો અને પ્રેક્ટિકલના ગુણ મેરિટ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
b) Students who have passed by grace marks will have to enter obtained marks (without gracing marks) in the respective subject while filling out the online admission form.
કૃપા ગુણ થી પાસ થયેલ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતી વખતે જે-તે વિષયમાં કૃપા ગુણ સિવાયના ગુણ એન્ટર કરવાના થશે.
4. The merit list will be displayed on the college website. Admission will be given on the basis of merit only.
મેરિટ યાદી કૉલેજ વેબસાઇટ પર મૂકવામાં આવશે. પ્રવેશ માત્ર મેરિટ આધારિત જ રહેશે.
The merit list of A-group and B-group applicants will be displayed separately.
A-ગ્રુપ અને B-ગ્રુપના અરજદારોની મેરિટ યાદી અલગથી પ્રદર્શિત કરવામાં આવશે.
5. Admission/Term fees should be paid online by students whose names are included in the merit list. The fee, once paid will not be refunded.
પ્રવેશ યાદીમાં સમાવિષ્ટ પ્રવેશાર્થીએ, પ્રવેશ/ સત્ર ફી - ઓનલાઈન ભરવાની રહેશે. ફી એક વખત ભરાઈ ગયા બાદ પરત આપવામાં આવશે નહીં.
6. On the selection of candidates in the merit list, he/she will have to take a printout of the application form along with the instructions page. Student and parent will have to sign the application form as well as the instructions page. The duly signed application form and instructions page along with the required original documents should be submitted to the admission committee for verification as per the date and time mentioned in the admission schedule: 2023-24.
મેરીટ યાદી પ્રમાણે પસંદગી પામતા વિદ્યાર્થીએ અરજીપત્રક અને સૂચનાઓના પેજની પ્રિન્ટ લેવાની રહેશે. વિદ્યાર્થી અને વાલીએ અરજીપત્રક તેમજ સૂચનાઓના પેજ પર સહી કરવાની રહેશે. એડમિશન શેડ્યુલ ૨૦૨૩-૨૪ માં જણાવ્યા મુજબની તારીખ અને સમયે વિદ્યાર્થીએ સહી કરેલ અરજીપત્રક તેમજ સૂચનાઓના પેજ, જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે પ્રવેશ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે ત્યારબાદજ પ્રવેશ માન્ય ગણાશે.
7. The self-attested copies of the following certificate must be attached along with the application form.
અરજીપત્રક સાથે નીચે જણાવેલ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે.
a) 10th Standard Examination Marksheet (all attempts).
10th માર્કશીટ ની નકલ (તમામ)
b) 12th Standard Examination Marksheet (all attempts).
12th માર્કશીટ ની નકલ (તમામ).
c) School Leaving certificate.
શાળા છોડ્યા અંગે નુ પ્રમાણપત્ર (LC) ની નકલ.
d) Attempt/Trial certificate given by the school.
શાળા દ્વારા આપવામાં આવેલ ટ્રાયલ સર્ટીફિકેટ ની નકલ.
e) Aadhar card. આધારકાર્ડ ની નકલ.
f) Caste certificate for a candidate belonging to Socially and Educationally Backward Classes (SEBC), Scheduled Castes (SC) and Scheduled Tribes (ST) issued by the authority empowered by the Government of Gujarat.
અનામત કેટેગરી અથવા અન્ય કોઈપણ કેટેગરીનો લાભ લીધેલા ઉમેદિારોએ જે તે કેટેગરીના પ્રમાણપત્રો ની નકલ સાથે લાવવાની રહેશે અન્યથા તેમને અનામત/કેટેગરીનો લાભ મળી શકશે નહી.
g) Candidates of SEBC category have to produce Non-Creamy Layer Certificate (NCL) issued by authority empowered by the Government of Gujarat valid for 2023-24.
SEBC કેટેગરીના ઉમેદવારોએ 2023-24 માટે માન્ય હોય તેવું ગુજરાત સરકારના સક્ષમ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ (NCL) રજૂ કરવાનુ રહશે.
h) Certificate of Physical Disability, issued and duly signed by the Civil Surgeon/competent authority, in case of a Physically Handicapped/Divyangjan candidate.
શારીરિક દિવ્યાંગ વ્યક્તિ માટે સિવિલ સર્જન અથવા સમકક્ષ અધિકારીએ સહી કરેલ શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર.રજૂ કરવાનુ રહશે.
i) Certificate of Ex-Serviceman, duly issued by the Director, Sainik Welfare Board, Gujarat State or by the District Sainik Welfare Officer.
ભૂતપૂર્વ સર્વિસમેનનું પ્રમાણપત્ર, ડિરેક્ટર, સૈનિક કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા અથવા જિલ્લાના સૈન્ય કલ્યાણ અધિકારી દ્વારા જારી કરાયેલ, જો લાગુ પડતું હોય તો રજૂ કરવાનુ રહશે.
j) Provisional eligibility certificate (PEC) to be produced from Saurashtra University by the candidates of any other board except GHSEB, Gandhinagar. At the time of filling out the admission form, the PEC number is mandatory.
Gujarat Higher Secondary Education Board સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટિમાથી કામચલાઉ યોગ્યતા પ્રમાણપત્ર Provisional Eligibility Certificate (PEC) કઢાવવાનું રહેશે. અરજીપત્રક ભરતી વખતે PEC નંબર નાખવો ફરજિયાત છે.
k) The original mark sheet of 12th standard is to be submitted in college at the time of verification of documents for the enrolment process.
પ્રમાણપત્રોની ચકાસણી સમયે એનરોલમેન્ટની પ્રક્રિયા માટે ધોરણ 12 ની ઓરિજનલ માર્કશીટ કોલેજમાં જમા કરાવવાના રહેશે.
Note: The candidate shall attach only those self-attested copies which are necessary to be attached to the application form.
અરજી ફોર્મ સાથે જોડાવા માટે જરૂરી છે તે જ સ્વ-પ્રમાણિત નકલો જોડવાની રહેશે.
8. During the whole admission process, if applicants have given any wrong information, the application will be treated as canceled.
સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન પ્રવેશાર્થી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી ખોટી આપવામાં આવેલ હશે તો તે અરજી રદ કરવાને પાત્ર થશે.
9. Application form fee and admission fee will be paid online only. Therefore, do not approach college to pay any kind of fees offline.
પ્રવેશ ફોર્મ તથા પ્રવેશ ફી માત્ર ઓનલાઇન જ ભરવાના રહેશે તેથી પ્રવેશ ફોર્મ કે પ્રવેશ ફી ઓફલાઇન ભરવા માટે કોલેજ કાર્યાલયમાં આવવું નહી. તેથી, કોઈપણ પ્રકારની ફી ઑફલાઇન ભરવા માટે કૉલેજનો સંપર્ક કરશો નહીં.
10. If the applicant fails to verify the documents and/or pay the fee as mentioned in the admission schedule, the admission will be treated as canceled automatically and the next applicant will get the chance of admission.
એડમિશન શેડ્યુલમાં જણાવ્યા મુજબ, જો નિયત સમયમાં વિદ્યાર્થી ફી ભરવામાં અને/અથવા ચકાસણી પ્રક્રિયામાં નિષ્ફળ જશે તો તેનો પ્રવેશ પરનો હક રદ કરવામાં આવશે અને પછીના ઉમેદવારને પ્રવેશનો લાભ આપવામાં આવશે.
11. College offers five subject combinations, which are classified into Group-A and Group B as mentioned in the table below.
કોલેજ દ્વારા પાંચ પ્રકારના સબજેક્ટ કોંબીનેશન આપવામાં આવે છે, જેનું વર્ગીકરણ ગ્રુપ A અને ગ્રુપ B માં નીચે મુજબ છે.
For A Group |
For B Group |
Physics, Chemistry, Mathematics (PCM) |
Physics, Chemistry, Zoology (PCZ) |
|
Physics, Chemistry, Botany (PCB) |
|
Chemistry, Botany, Zoology (CBZ) |
|
Physics, Botany, Zoology (PBZ) |
Candidates have to select any one group among these. Once a group is selected, it will not be changed in any circumstances.
વિદ્યાર્થીએ આમાંથી કોઈ પણ એક ગ્રુપ પસંદ કરવાનું રહેશે. એકવાર ગ્રુપ પસંદ થઈ ગયા પછી બદલી આપવામાં આવશે નહીં.
12. Students must attend lectures and practicals regularly. Students must follow all instructions given by the government at any time along with the regulations of the college. If he/she fails to follow these rules, the institute has the right to cancel his/her admission.
વિદ્યાર્થીએ વર્ગો તથા પ્રેક્ટિકલ્સ નિયમિત ભરવાના રહેશે. સરકારશ્રી તરફથી મળતી વખતોવખતની તમામ સૂચનાઓનું તથા કોલેજના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહી આવે તો તેનો પ્રવેશ રદ કરવાને પાત્ર થશે.
13. Any type of job during college hours is not permitted.
વિદ્યાર્થીએ કોલેજના સમય દરમ્યાન કોઈ પણ પ્રકારની નોકરી કરવાની રહેશે નહીં.
14. Discipline and good behavior are expected from every student.
દરેક વિદ્યાર્થી પાસે શિસ્ત અને સુવ્યવહારનો આગ્રહ રાખવામા આવે છે.
At the time of document verification, the student has to prepare 2 sets as per the list given below. One set should be kept with the admission form(received in the mail) and the other set should be kept with the enrollment form(received in the mail).
વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન વખતે નીચે આપેલ લિસ્ટ પ્રમાણે ૨ સેટ તૈયાર કરવાના રહેશે. જેમાંથી એક સેટ મેઈલ માં આવેલ એડમીશન ફોર્મ સાથે અને બીજો સેટ મેઈલ માં આવેલ એનરોલમેન્ટ ફોર્મ રાખવાનો રહેશે.
Document list (Attach the self-attested copy)
ડોક્યુમેન્ટ લિસ્ટ (સ્વપ્રમાણિત નકલ જોડવી)
Note: Original certificates of all the documents attached with the form should also be carried out for verification.
નોંધ: ફોર્મ સાથે જોડેલ તમામ પત્રકોના ઓરીજીનલ પ્રમાણપત્રો પણ વેરીફિકેશન માટે સાથે રાખવાના રહેશે.